હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજ્યભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ..ક્યાંક મંડપ ઉડ્યા તો ક્યાંક પતરા .માવઠાના લીધે ઉનાળું પાકમાં નુક્શાનની ચિંતા કરતા ખેડૂતો

Posted 2 years ago with 168 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદમાં અચાનક ગાજવીજ સાથે વરસાદી માહોલ શહેરમાં જામ્યો હતો.ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો અને શહેરમાં ઠંડક પ્રસરી હતી .ભારે પવન અને વાદળછાયું વાતાવરણ શહેરમાં જોવા મળ્યું . અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો.

રાજ્યભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ..ક્યાંક મંડપ ઉડ્યા તો ક્યાંક પતરા .માવઠાના લીધે ઉનાળું પાકમાં નુક્શાનની ચિંતા કરતા ખેડૂતો
1/3
રાજ્યભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ..ક્યાંક મંડપ ઉડ્યા તો ક્યાંક પતરા .માવઠાના લીધે ઉનાળું પાકમાં નુક્શાનની ચિંતા કરતા ખેડૂતો
2/3
રાજ્યભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ..ક્યાંક મંડપ ઉડ્યા તો ક્યાંક પતરા .માવઠાના લીધે ઉનાળું પાકમાં નુક્શાનની ચિંતા કરતા ખેડૂતો
3/3

રાજ્યભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ..ક્યાંક મંડપ ઉડ્યા તો ક્યાંક પતરા .માવઠાના લીધે ઉનાળું પાકમાં નુક્શાનની ચિંતા કરતા ખેડૂતો 

અમદાવાદમાં બપોર બાદ અચાનક વાતાવરણ માં જોવા મળ્યો પલટો. અચાનક ગાજવીજ સાથે વરસાદી માહોલ શહેરમાં જામ્યો હતો.ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો અને શહેરમાં ઠંડક પ્રસરી હતી .ભારે પવન અને વાદળછાયું વાતાવરણ શહેરમાં જોવા મળ્યું . અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદી 
માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો.

આ ઉપરાંત ભાવનગર તથા બોટાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો .ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે 

માવઠાના લીધે ઉનાળું પાકમાં નુક્શાનની ચિંતા કરતા ખેડૂતો 
ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કરા, ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો . જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે બીજી બાજુ આ કમોસમી વરસાદથી ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી . માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.બોટાદ શહેર અને બરવાળામાં પણ વરસાદ વરસ્યો છે. બોટાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેને લઈને ડિસ્ક્ટ્રીક્ટ કોર્ડના પાર્કિંગ શેડના પતરા ઉડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે 

બોટાદમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમીનું વરસાદ પડયો હતો. ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠાના લીધે ઉનાળું પાક તલ, બાજરી, ડુંગળી તથા કેરીના પાકને નુકસાન જવાની શક્યતા છે. આ ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે લીંબુના ફુલ ખરી જવાથી લીંબુનું વાવેતર કરતા ખેડૂતોને પણ નુકસાની જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે .

હિંમતનગરમાં વરસાદ બાદ બે યુવકોને લાગ્યો વીજ કરંટ . હિંમતનગર શહેરમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે શહેરના મુખ્ય શાકમાર્કેમાં બે યુવકોને કરંટ લાગતા 108 મારફતે સ્થાનિકોએ ભોગ બનનાર યુવકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા . આ ઘટનાની જાણ થતા યુજીવીસીએલના કર્મચારીઓને ઘટના સ્થળે પહોંચ્યા અને શહેરના ટાવર ચોક અને શાકમાર્કેટ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો . મળતી માહિતી મુજબ એક દુકાનના કેબલ થકી વીજ કરંટ યુવકોને લાગ્યો હતો
advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.