હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT

65 વર્ષ પહેલાં વી. શાંતારામના ડિરેક્શન હેઠળ મહિપાલ, સંધ્યા અને આગા અભિનિત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'નવરંગ' રિલીઝ થઈ હતી

Posted 1 year ago with 52 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: ફિલ્મનું સંગીત સી. રામચંદ્રએ આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 37 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 6.9* છે.

65 વર્ષ પહેલાં વી. શાંતારામના ડિરેક્શન હેઠળ મહિપાલ, સંધ્યા અને આગા અભિનિત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'નવરંગ' રિલીઝ થઈ હતી
1/1

વી. શાંતારામની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ 'નવરંગ' ને 65 વર્ષ થયાં 

આજથી 65 વર્ષ પહેલાં આજના દિવસે તા. 18 સપ્ટેમ્બર 1959ના રોજ વી. શાંતારામના ડિરેક્શન હેઠળ મહિપાલ, સંધ્યા અને આગા અભિનિત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'નવરંગ' રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત સી. રામચંદ્રએ આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 37 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 6.9* છે.

'નવરંગ' 1959ના વર્ષની 'અનારી' અને 'પૈગામ' બાદ ત્રીજા નંબરની સુપરહિટ ફિલ્મ હતી. જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન તે જમાનામાં ₹ 2.50 કરોડ હતું.

'નવરંગ' વી. શાંતારામની 1957ની 'દો આંખે બારહ હાથ' પછી સતત બીજી સુપરહિટ ફિલ્મ હતી.

જીતેન્દ્રએ 'નવરંગ' માં સંધ્યાના બોડી ડબલ તરીકે કામ કર્યું હતું.

પ્રખ્યાત પ્લેબેક સિંગર મહેન્દ્ર કપૂરે 'નવરંગ' ના સુપરહિટ ગીત 'આધા હૈ ચંદ્રમા' ગીતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

'નવરંગ' ના ગીતોએ આશા ભોંસલેની કારકિર્દીને સ્થાપિત કરવામાં ખૂબ મદદ કરી હતી.

'નવરંગ' માં કુલ 12 ગીતો હતાં. જેમાંથી 'આધા હૈ ચંદ્રમા' (આશા ભોંસલે-મહેન્દ્ર કપૂર), 'અરે જા રે હટ નટખટ' (આશા ભોંસલે-મહેન્દ્ર કપૂર), 'તું છુપી હૈ કહાં' (આશા ભોંસલે-મન્ના ડે) અને 'યે માટી સભી કી કહાની' (મહેન્દ્ર કપૂર) આ 4 ગીતો ખૂબ લોકપ્રિય થયા હતાં.

1960ના વર્ષની બિનાકા ગીતમાલાની લોકપ્રિય ગીતોની વાર્ષિક યાદીમાં 'આધા હૈ ચંદ્રમા' 14માં નંબર ઉપર બિરાજમાન હતું.

7માં ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં 'નવરંગ' માટે ચિંતામણ બોરકરને 'બેસ્ટ એડિટિંગ' અને એ.કે. પરમારને 'બેસ્ટ સાઉન્ડ' માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે વી. શાંતારામને 'બેસ્ટ ડિરેક્ટર' તરીકે નોમિનેશન મળ્યું હતું.

'નવરંગ' રિલીઝ થઈ ત્યારે 18 સપ્ટેમ્બર 1959ના દિવસે ડો. રાજેન્દ્ર પ્રસાદ દેશના રાષ્ટ્રપતિ અને પં. જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતાં જયારે ગુજરાત ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું અને શ્રીપ્રકાશ મુંબઈ રાજ્યના રાજ્યપાલ અને યશવંતરાવ ચવાણ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતાં.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન