હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત

વડોદરા કે ખાડોદરા ? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા અમી રાવતનો આક્રોશ રોડમાં કામગીરી યોગ્ય રીતે ન કરાતા હાલ શહેરમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા યથાવત

Posted 1 year ago with 41 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: અકસ્માતોને ‘ કોર્પોરેશનનું ખૂલ્લુ આમંત્રણ

વડોદરા કે ખાડોદરા ? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા અમી રાવતનો આક્રોશ રોડમાં કામગીરી યોગ્ય રીતે ન કરાતા હાલ શહેરમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા યથાવત
1/1

વડોદરા કે ખાડોદરા ? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા અમી રાવતનો આક્રોશ રોડમાં કામગીરી યોગ્ય રીતે ન કરાતા હાલ શહેરમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા યથાવત 

લોકો મુશ્કેલીમાં વધારો કરતું તંત્ર ચોમાસામાં ઠેકઠેકાણે ખોદેલાં ખાડાઓથી પૂર પહેલાં પાળ અકસ્માતોને ‘ કોર્પોરેશનનું ખૂલ્લુ આમંત્રણ. 'શહેરમાં ચોમાસાની મોસમ જામી રહી છે . બીજી બાજુ કોર્પોરેશનના તંત્ર દ્વારા નિષ્કાળજી જોવા મળી રહી છે. રોડમાં કામગીરી યોગ્ય રીતે ન કરાતા હાલ શહેરમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા તેમજ કાદવ કીચડના ઢગ જોવા મળી રહ્યા છે . 

વરસાદની છે છતાં પૂર પહેલા પાળ બંધાતી નથી વડોદરા કે ખાડોદરામાં ખાડા પુરાતા નથી .જેથી વરસાદમાં પાણી ભરાતા વધુ મુશ્કેલી સર્જાશે..ખાડાને કારણે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ?

વડોદરા રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગયા પછી પણ મ્યુનિ . કોર્પોરેશને ઠેરઠેર રોડ ખોદી કાઢયા છે . 

જેથી વડોદરા છે કે ખાડોદરા તે જ ખબર પડતી નથી. ભારે વરસાદની આગાહી છે છતાં પૂર પહેલા પાળ બાંધવા કોર્પોરેશનના કોઈ અધિકારીના પેટનુ પાણી હલતુ નથી . 

ભારે વરસાદ પડી જશે તો ખાડાઓમાં પાણી ભરાઈ જશે અને અકસ્માતની દુર્ઘટના સર્જાઈ શકે છે . 

જેથી ઠેરઠેર ખોદેલા ખાડાઓથી મોતને કોર્પોરેશને જાણે ખુલ્લુ આમંત્રણ આપ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે .

શહેરમાં લખોટી ગગડે તેવો શમ ખાવા પૂરતો પણ એક એવી રોડ નથી . 

ઠેર ઠેર ખાડા જ ખોડા ખોદી દેવાયેલા છે . 

આમ તો સરકારી ચોપડે 1જુનથી ચોમાસુ શરૂ થઇ જતું હોય છે એટલે નવા કોઈ ખોદકામ નહી કરવાની સરકારની સૂચનાઓ છે , પરંતુ સરકારના પરિપત્રો માત્ર ડ્રોવરમાં મૂકી રાખતા કોર્પોરેશનના અધિકારીઓ મનફાવે ત્યાં અને મનફાવે ત્યારે ખોદકામ કરી નાખે છે . 

કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાનુ મ્યુનિ . કોર્પોરેશનનો વહીવટ ઓવર સ્માર્ટ થઇ ગયો છે . 

જુન મહિનો થઈ ગયો હોવા છતાં પાણી , ડ્રેનેજ,અંડર ગ્રાઉન્ડ કેબલ, પેશર લાઇન , ગેસ વિગેરે કારણો આગળ ધરીને ખોદકામ હજુ પણ ચાલુ જ છે. 

ગોરવા અલકાપુરી , કારેલીબાગ , હરણી રોડ . વાઘોડિયા રોડ, ડભોઈ રોડ , માંજલપુર, વાસણા રોડ સહિતના અનેક વિસ્તારોમાં કોર્પોરેશને કોઈને કોઈ કામે ખાડા ખોદી નાખ્યા છે . 

કેટલીક જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ ખાડા પૂર્યા નથી . ત્યારે આવા ખાડાઓને કારણે વડોદરાવાસીઓએ ખુબ વધારે હેરાન થવુ પડશે .

ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી આપેલી છે . ત્યારે આ ખાડાઓ કોઈના જીવનું જોખમ બની શકે.

કોર્પોરેશન દ્વારા ક્યાં ક્યાં ખાડા ખોદાયા ? 

હરણી એરપોર્ટથી ગોલ્ડન ચોકડી રોડ.

માંજલપુરની દરબાર ચોકડી , રોલ્સ કોર્નર પાસે , બાહુબલી સર્કલ પાસે , શ્રેયસ સ્કુલની સામે , ડોન બોસ્કો સ્કૂલની પાછળના ભાગે પાણી , ડ્રેનેજ વિગેરેની લાઈનો લીકેજ થઈ જાય ત્યારે કોર્પોરેશન તેને જીપીએમસી એક્ટની કલમ ૬૭ - સી પ્રમાણે યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી સોંપે છે , જેમાં પહેલાથી એસ્ટીમેટ અપાયેલો હોતો નથી .

માનીતા કોન્ટ્રાક્ટને સીધુ જ કામ સોપી દેવાય છે અને તે ખોડો ખોદીને રીપેરીંગ કરી નાખે છે અને એ પછી બીલ રજૂ કરાય છે . જેને મંજૂરી આપી દેવાઈ છે . જે બીલ નૉર્મલ ભાવ કરતા વધારે જ હોય છે સૂત્રોએ કહ્યુ હતુ કે , કેટલાક કોન્ટ્રાક્ટરો પોતાને વધારે કામ મળે તે માટે લીકેજ રીપેર કરી નાખ્યા બાદ ખોદેડા ખાડામાંથી કે તેની નજીકથી પસાર થતી અન્ય લાઈન તોડી નાખે છે , જેથી તે લાઈનનુ રીપેરીંગનું કામ તેને મળે . આ મોડસ ઓપરેન્ડી ચાલી રહી હોવાનુ જાણવા મળે છે . જેથી જ એકના એક સ્થળે વારંવાર લીંકેજ સર્જાય છે . હાલમાં આ ખાડાઓ કિકની સમસ્યા સર્જી રહ્યાં છે પણ ભારે વરસાદમાં પાણીથી આ ખાડાઓ છલોછલ થઈ જશે અને રસ્તો ક્યાં છે અને ખાડો ક્યાં છે તે રાહદારીઓ તથા વહાલકોને ખબર નહીં પડે ત્યારે ખાડાઓ મોતનું કારણ બની શકે છે . 

આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય અને કોઈ મોટો અકસ્માત થઈ જાય તે પૂર્વ ઝડપથી મરામતની કામગીરી પૂર્ણ કરીને આ ખાડાઓનુ પુરાણ કરવુ જરૂરી બન્યુ છે .

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.