હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, સામાજીક, વેપાર

રતન ટાટાનો પાર્થિવ દેહ સંપૂર્ણપણે રાજકીય સન્માન સાથે ગુરૂવાર સાંજે તેમની ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક અગ્નિદાહ આપવામાં આવ્યો

Posted 1 year ago with 40 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દેશના ઉદ્યોગ જગતને એક નવી ઉંચાઈએ પહોંચાડનારા રતન ટાટાએ દેશ માટે જે કર્યું તેના કારણે તેમના માટે દરેક વ્યક્તિના મનમાં સન્માન છે

રતન ટાટાનો પાર્થિવ દેહ સંપૂર્ણપણે રાજકીય સન્માન સાથે ગુરૂવાર સાંજે તેમની ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક અગ્નિદાહ આપવામાં આવ્યો
1/1

રતન ટાટાનો પાર્થિવ દેહ સંપૂર્ણપણે રાજકીય સન્માન સાથે ગુરૂવાર સાંજે તેમની ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક અગ્નિદાહ આપવામાં આવ્યો 

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. રતન ટાટાનો પાર્થિવ દેહ સંપૂર્ણપણે રાજકીય સન્માન સાથે ગુરૂવાર સાંજે પંચમહાભૂતમાં વિલિન થયો છે. તેમની ઈચ્છા અનુસાર, તેમના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક અગ્નિદાહ આપવામાં આવ્યો છે. 

રતન ટાટાનો પાર્થિવ દેહ સંપૂર્ણપણે રાજકીય સન્માન સાથે ગુરૂવાર સાંજે તેમની ઈચ્છા અનુસાર તેમના પાર્થિવ દેહને ઈલેક્ટ્રિક અગ્નિદાહ આપવામાં આવ્યો

મુંબઈ પોલીસે 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપ્યું હતું. આ અંગે ટાટા ગ્રૂપે માહિતી આપતા કહ્યું હતું કે અપાર દુઃખ સાથે અમે અમારા પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. 

અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.તેમના મૃત્યુના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ગરકાવ થયો છે. રતન ટાટાના સૌથી વધુ વિશ્વસનીય યુવા મિત્ર અને જનરલ મેનેજર શાંતનુ નાયડુ પણ ગમગીન જોવા મળ્યો હતો. ગુજરાત સહિત ઘણાં રાજ્યોએ એક દિવસનો શોક જાહેર કર્યો હતો. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે રતન ટાટાનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયુ હતું. થોડા દિવસ પહેલાં જ તેમનુ બ્લડ પ્રેશર ઘટી ગયુ હોવાથી આઈસીયુમાં દાખલ હોવાના અહેવાલો મળ્યા હતા. 

જો કે, બાદમાં ટાટાએ સ્પષ્ટતા કરતાં સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી કે, તેઓ સ્વસ્થ છે, માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં છે.દેશના ઉદ્યોગ જગતને એક નવી ઉંચાઈએ પહોંચાડનારા રતન ટાટાએ દેશ માટે જે કર્યું તેના કારણે તેમના માટે દરેક વ્યક્તિના મનમાં સન્માન છે. તેમના મૃત્યુ બાદ હવે તેમને ભારત રત્ન આપવાની માગ ઉઠી રહી છે. શિવસેનાએ પણ તેમને ભારત રત્ન આપવાની માગ કરી છે. 

શિવસેનાના નેતા રાહુલ કનાલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને પત્ર લખીને તેમને આગ્રહ કર્યો છે કે તે કેન્દ્ર સરકાર સમક્ષ રતન ટાટાને ભારત રત્ન પુરસ્કાર આપે. 100થી વધુ દેશોમાં બિઝનેસ ધરાવતું ટાટા ગ્રૂપ મીઠાથી માંડી એરલાઈન સુધીના લગભગ તમામ કેટેગરીના બિઝનેસમાં ઉપસ્થિત રહ્યા હતા

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.