હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો

Posted 1 year ago with 33 views

Story by Sanjiv Rajput | 4 mins read

સમાચાર સારાંશ: શેરી ગરબા પ્રથાનું મહત્ત્વ ઓછું થવા લાગ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે, તે માટે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો
1/4
અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો
2/4
અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો
3/4
અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો
4/4

Ahmedabad Navratri2024  વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનો આરંભ

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો.

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો

અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ -૨૦૨૪નો શુભારંભ કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આરંભ કરાવ્યો. તેઓએ શારદીય નવરાત્રિની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે પ્રાચીનકાળથી મા શક્તિની ભક્તિ અને આરાધનારૂપે નવરાત્રિનો આ મહોત્સવ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. વિશ્વમાં સૌથી લાંબો ચાલતો આ મહોત્સવ તંત્ર-મંત્ર, ધ્યાન, આરાધના, સાધના થકી સર્જન, શક્તિ અને વિદ્યાના સંચયની આંતરિક તેમજ કૌટુંબિક જાગૃતિનો અવસર છે. 

તેઓએ શેરી ગરબાની વાત કરતા જણાવ્યું કે શેરી ગરબા પ્રથાનું મહત્ત્વ ઓછું થવા લાગ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે, તે માટે વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળ યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે. 

વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નવરાત્રિ અને ગરબા તો ગુજરાતની ઓળખ છે. ગુજરાતની આ ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવવાનું વિઝન નરેન્દ્રભાઈ મોદીનું હતું. 

વિશ્વ આખું ગુજરાતના આ સાંસ્કૃતિક વારસાને જાણે-માણે એ માટે તેમણે જ વર્ષ 2011માં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સૌ ઉપસ્થિતોનું સ્વાગત કરી, નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે નવરાત્રિનો તહેવાર મા શક્તિના પૂજન-અર્ચનનો અવસર છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યઓ, મુખ્ય સચિવ,  અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને એમ. કે. દાસ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાવિકો તથા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ-2024ના આજના શુભારંભ પ્રસંગે ડેનિસના એમ્બેસેડર ફ્રેડી સ્વાન, ઝિમ્બાબ્વેના પીટર હોબવાની, લેસોથોના થબંગ લીનસ ખોલુમો, ઈથિયોપિયાના બિઝુનેસ મેસરેટ, એક્વેડોરના જ્યોર્જ એનરાંગો, બુરુન્ડીના ચાર્લ્સ રવાંગા, સર્બિયાના લાઝર વુકાડિનોવિક, નેપાળના ડૉ. સુરેન્દ્ર થાપા, સ્લોવાકના શ્રી રોબર્ટ મેક્સિઅન તેમજ શ્રીમતિ જના મેક્સિઆનોવા, ટોગોના યાવો એડેમ, શ્રીલંકાના ક્ષેનુકા સેનેવિરત્ને સહિત વિવિધ દેશોના રાજદૂતો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.