હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

કોઈપણ કનેક્શન વગર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટોચ પર પહોંચેલી અભિનેત્રીએ નેપોટિઝમ વિશે ખુલીને વાત કરી

Posted 2 years ago with 67 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વિદ્યા બાલનની એક્ટિંગ સફર લોકપ્રિય સિરિયલ 'હમ પાંચથી' શરુ થઇ હતી. ત્યારબાદ બોલિવૂડમાં પોતાની ઓળખ ઉભી કરવા તેને ખૂબ જ મહેનત કરી હતી.

કોઈપણ કનેક્શન વગર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટોચ પર પહોંચેલી અભિનેત્રીએ નેપોટિઝમ વિશે ખુલીને વાત કરી
1/2
કોઈપણ કનેક્શન વગર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટોચ પર પહોંચેલી અભિનેત્રીએ નેપોટિઝમ વિશે ખુલીને વાત કરી
2/2

Vidya Balan Speaks About Nepotism in Bollywood: કોઈપણ કનેક્શન વગર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટોચ પર પહોંચેલી અભિનેત્રીએ નેપોટિઝમ વિશે ખુલીને વાત કરી 



વિદ્યા બાલનની એક્ટિંગ સફર લોકપ્રિય સિરિયલ 'હમ પાંચથી' શરુ થઇ હતી. ત્યારબાદ બોલિવૂડમાં પોતાની ઓળખ ઉભી કરવા તેને ખૂબ જ મહેનત કરી હતી.


વિદ્યાએ 2005માં સંજય દત્ત અને સૈફ અલી ખાન સાથે ફિલ્મ પરિણીતામાં અભિનય કર્યો અને ત્યારબાદ તેની ફિલ્મ સફર શરુ થઈગઈ હતી. એવામાં હાલ તેની પ્રતિક ગાંધી સાથે એક ફિલ્મ 'દો ઔર દો પ્યાર' આવી રહી છે, તે દરમિયાન એક ઇન્ટરવ્યુમાં કોઈપણ કનેક્શન વગર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ટોચ પર પહોંચેલી અભિનેત્રીએ નેપોટિઝમ વિશે ખુલીને વાત કરી હતી.


આગામી ફિલ્મ 'દો ઔર દો પ્યાર' બેવફાઈની આસપાસ ફરતી ફિલ્મ છે. તેના પ્રમોશન વખતે, વિદ્યાએ બોલિવૂડમાં ચર્ચિત વિષય નેપોટિઝમ વિષે વાત કરી હતી.


આ દરમિયાન વિદ્યાએ તેના હાર્ટબ્રેક અને ભૂતકાળના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે તેની પ્રથમ રિલેશનશિપમાં તેની સાથે ચીટીંગ થઈ હતી. વિદ્યાએ કહ્યું- મારી સાથે ચીટીંગ થઈ છે. મેં ડેટ કરેલી પહેલી વ્યક્તિએ મારી સાથે ચીટીંગ કરી હતી. તે ખૂબ જ ખરાબ હતો. જો તેની આગામી ફિલ્મો વિષે વાત કરીએ તો વિદ્યા બાલન અને પ્રતિક ગાંધીની ફિલ્મ 'દો ઔર દો પ્યાર' 19 એપ્રિલમાં રિલીઝ થવાની છે, આ ઉપરાંત વિદ્યા ભૂલ-ભૂલૈયા 3 માં પણ દેખાશે. 


 મીડિયા સાથેની વાતચીત દરમિયાન, જ્યારે વિદ્યાને પૂછવામાં આવ્યું કે શું તેમને ક્યારેય આનો ભોગ બનવું પડ્યું છે, તો આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, "મને ક્યારેય ખબર નહોતી કે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો કારણ કે નેપોટિઝમ કે વગર નેપોટિઝમ હું અહીં છું. આ કોઈના બાપની ઇન્ડસ્ટ્રી નથી. નહીતર તો દરેકના દીકરા કે દીકરી સફળ હોત."


વિદ્યાએ વધુમાં કહ્યું કે, "હું મારું પોતાનું કામ કરીને ખુશ છું. ઘણી વખત મને લાગ્યું કે કદાચ મને અમુક લોકોનો ટેકો મળ્યો હોત તો એ તબક્કામાં લોકો થોડા વધુ સારો બન્યા હોત. પરંતુ હું માનું છું કે ખરેખર તેનાથી કોઈ ફર્ક પડતો નથી."

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.