સમાચાર સારાંશ: ભારતે પહેલા બેટિંગ કરતાં ધુંઆધાર 196 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવીને 196 રન ફટકાર્યા હતા.
ટી 20 વર્લ્ડકપની મેચમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે તોફાની બેટિંગ અને શાનદાર બોલિંગના આધારે ઐતિહાસિક જીત હાંસલ કરી
વેસ્ટઈન્ડિઝમાં ટી 20 વર્લ્ડકપની સુપર 8 રાઉન્ડમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો હતો. જેમાં ભારતીય ટીમે તોફાની બેટિંગ અને શાનદાર બોલિંગના આધારે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો. ભારતે પહેલા બેટિંગ કરતાં ધુંઆધાર 196 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવીને 196 રન ફટકાર્યા હતા.

ટીમના તમામ બેટર્સે બાંગ્લાદેશના બોલર્સની ક્લાસ લગાવી અને મેચમાં મોટી મોટી બાઉન્ડ્રી જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકરી હતી. ટી 20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. જે બાદ આજે બાંગ્લાદેશ સામે જીતથી ભારતની સેમીફાઇનલમાં જગ્યા ફાઇનલ થઈ ગઈ છે. એવામાં ફેન્સની આશા છે કે રોહિત શર્માના નેતૃત્વમાં આ વખતે ભારત વર્લ્ડ કપ જીતશેઆજની મેચમાં હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. ટ્રોલિંગમાંથી બહાર આવીને હાર્દિક પંડ્યાએ આજે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઋષભ પંતે પણ ધુંઆધાર બેટિંગ કરી અને ટીમને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ કરી. સાથે સાથે કુલદીપ યાદવે જોરદાર બોલિંગ પ્રદર્શન કરીને ત્રણ વિકેટો ખેરવી હતી.
વિરાટ કોહલી ICCમાં સીમિત ઓવર ટૂર્નામેન્ટમાં 3500 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ સાથે જ કોહલીએ વર્લ્ડકપમાં ત્રણ હજાર રન પણ પૂર્ણ કર્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને આઉટ કરતાં જ શાકિબ અલ હસને ઈતિહાસ રચી દીધો છે. ટી 20 વર્લ્ડકપમાં 50 વિકેટ લેનાર શાકિબ અલ હસન પ્રથમ ખેલાડી બની ગયો છે.
ભારતનો વર્લ્ડકપમાં સૌથી મોટો સ્કોર
હાર્દિક પંડ્યાએ આજે તોફાની બેટિંગ સાથે અડધી સદી ફટકારી હતી. બાંગ્લાદેશને જીત માટે 197 રનનો લક્ષ્ય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. આ સ્કોર ભારતનો વર્લ્ડકપમાં સૌથી મોટો સ્કોર છે.
બાંગ્લાદેશ: તંજીદ હસન, લિટન દાસ, નજમુલ હુસૈન શંટો, તૌહિદ હ્રદોય, શાકિબ અલ હસન, મહમૂદુલ્લાહ, ઝાકિર અલી, રાશિદ હુસૈન, મેહદી હસન, તંજિમ હસન સાકીબ, મુસ્તાફિઝુર રહેમાન.
ભારત: રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



