હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સામાજીક, ઇવેન્ટ્સ

વિઝન ઇન ધ ડાર્ક વોક | એક વાર ચોક્કસ કરવા જેવો અનુભવ, જાણો કયા ક્યારે અને કેવી રીતે કરી શકાશે?

Posted 2 years ago with 292 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વિઝન ઇન ધ ડાર્ક વોક અંધજન મંડળ (બ્લાઇડ પીપલ એસોસિએશનના), અમદાવાદ દ્વારા યોજવામાં આવતી વોક છે જે તમને અધજન વ્યક્તિઓના જીવનનો અનુભવ કરાવે છે અને CGCA દ્વારા આ વોકનું અમદાવાદ ખાતે ટોટલ ત્રીજી વખત અને જાહેર કાર્યક્રમ રૂપે બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે.

વિઝન ઇન ધ ડાર્ક વોક | એક વાર ચોક્કસ કરવા જેવો અનુભવ, જાણો કયા ક્યારે અને કેવી રીતે કરી શકાશે?
1/2
વિઝન ઇન ધ ડાર્ક વોક | એક વાર ચોક્કસ કરવા જેવો અનુભવ, જાણો કયા ક્યારે અને કેવી રીતે કરી શકાશે?
2/2

અમદાવાદ શહેરના IIM ચાર રસ્તા પાસે આવેલા અંધજન મંડળ (બ્લાઇડ પીપલ એસોસિએશન)નું સ્થાપન અંધજન વ્યક્તિઓની સેવા અને તેઓના સશક્તિકરણ માટે થયું છે અને તેના જ ભાગ રૂપે છેલ્લા કેટલાક વર્ષોથી અંધજન મંડળમાં એક ખાસ પ્રકારની વિઝન ઇન ધ ડાર્ક વોંકનું આયોજન કરવામાં આવે છે. CGCA (Creative Group of Cultural Activities)ની સ્થાપના આજથી પાંચ વર્ષ પહેલા ભાવિનભાઈ શેઠ દ્વારા કરવામાં આવી છે, આ ગ્રુપ અમદાવાદ તેમજ ગુજરાતના મુખ્ય શહેરો વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર તેમજ સમગ્ર ગુજરાતમાં થતી પારિવારીક સાંસ્કૃતિક પ્રવૃતિઓ મોબાઈલના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે. 

વિઝન ઇન ધ ડાર્ક વોકને લોકો સુધી પહોંચાડવા CGCA એ અંધજન મંડળ સાથે હાથ મિલાવ્યા છે અને તેઓ કઇ પણ જાતના નાણાકીય નફાની આશા વગર સમયાંતરે વિઝન ઇન ધ ડાર્ક વોકનું નાસ્તા તેમજ કોલ્ડડ્રિંક સાથે આયોજન કરે છે. આ વોંકના માધ્યમથી વોકમાં જોડાયેલા સભ્યો અંધ લોકોની ચુનૌતીઓ અને સંવેદનાઓને વધુ સારી રીતે સમજી શકે છે, તેમજ તેઓની સમસ્યાઓ સમજવામાં મદદરૂપ થાય છે અને તેમને સમાજમાં સમાન અધિકાર અને અવસર પ્રદાન કરવામાં પણ સહાય કરે છે. અંધ લોકોને પણ સમાજમાં સક્રિય અને સ્વાવલંબી બનવાની તક આપવી જો તે દિશામાં દરેક વ્યક્તિને વિચારતા કરી મૂકે છે. 

વોક પછી ગીરધરનગર સરકારી માધ્યમીક શાળાના ૧૯૭૫ની બેચના મિત્રો
વિઝન ઇન ધ ડાર્ક વોક | એક વાર ચોક્કસ કરવા જેવો અનુભવ, જાણો કયા ક્યારે અને કેવી રીતે કરી શકાશે?

વિઝન ઇન ધ ડાર્ક વોકના ગાઈડ જયદેવભાઈ વણકર વોક ખૂબજ સુંદર રીતે કરાવે છે અને વોકમાં જોડાયેલા લોકોને અંધજન વ્યક્તિની સાવેદનાઓ ખૂબજ સુંદર રીતે સમજાવે છે તેમજ ખૂબજ ચોકસાઇ પૂર્વક કોઈ પણ ભાગલેનારને ઇજા ન થાય તે રીતે તેઓને ગાઈડ કરે છે.

CGCA દ્વારા આ વોંકનું પ્રથમ વખત આયોજન તારીખ ૧૭મી ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ એપ્રિલ, ૨૦૨૪ દરમ્યાન ગીરધરનગર સરકારી માધ્યમીક શાળાના ૧૯૭૬ની બેચના મિત્રો માટે આ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓએ આટલા વર્ષના અનુભવ અને જીવન પછી પણ કહ્યું હતું કે ઘણું નવું જાણવા મળ્યું, આ એકદમ નવો અનુભવ હતો.

હવે તારીખ ૨૫મી મે, ૨૦૨૪ના રોજ આ વોંકનું CGCA અને અંધજન મંડળ દ્વારા ફરીથી આયોજન કરવામાં આવ્યું છે, તમે પણ આ અનેરો અનુભવ આ વોક માટે રજીસ્ટર કરીને લઈ શકો છો. જેના માટે નીચેની લિન્ક પર ક્લિક કરવાનું રહેશે અથવા CGCA નો ૯૧૭૩ ૬૫૦૦૨૬ પર સપર્ક કરવાનો રહેશે. 

https://my.allevents.in/vision-in-the-dark-walk-by-cgca-1

આ વોંકમાં ફક્ત ૧૦ વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ જ આ વોકમાં જોડાઈ શકે છે તેમજ હાઈ બ્લડપ્રેશર ક્લોસ્ટ્રોફોબિયા ચિંતા અસ્થમા એપિલેપ્સી અથવા અન્ય કોઈપણ ગંભીર પ્રકારની બીમારી વાળા વ્યક્તિ તેમજ ગર્ભવતી મહિલાઓને આ વોકમાં જોડાવા દેવામાં આવતા નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.