હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સિનેમા, OTT અને TV, કલા અને સંસ્કૃતિ

"વોઇસ ઓફ મુકેશ" ડૉ. કમલેશ આવસત્થી હવે આપણી સાથે નથી રહ્યા

Posted 2 years ago with 128 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: "વોઇસ ઓફ મુકેશ" ડૉ. કમલેશ આવસત્થીનું તારીખ ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ, ૭૯ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું છે. તેમની બીમારીની સારવાર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તેઑ છેલ્લા ચાર મહિનાથી કોમામાં હતા.

ડૉ. કમલેશ આવસત્થી  (Dr. Kamlesh Avasthi)
1/1

આઠ હિન્દી ફિલ્મો અને અનેક ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કરીને લોકોમાં લોકપ્રિયતા મેળવી ડૉ. કમલેશ આવસત્થી  (Dr. Kamlesh Avasthi) જેને રાજ કપૂરે સન્માન આપીને કહ્યું હતું કે, દેશને મુકેશ ફરી મળ્યા છે અને ત્યારથી તેઓને  વોઇસ ઓફ મુકેશ (Voice of Mukesh) તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા. તેઓનું તારીખ ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ, ૭૯ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું છે. તેમની બીમારીની સારવાર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તેઑ છેલ્લા ચાર મહિનાથી કોમામાં હતા. આજે તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ છોડ્યા, તેમના મૃત્યુના સમાચારથી કલાજગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

ડૉ.આવસત્થીનો જન્મ સાવરકુંડલામાં ૧૯૪૫માં થયો હતો. તેમણે તેમની શિક્ષા M.Sc., Ph.D. ભાવનગર યુનિવર્સિટીમાંથી પૂરી કરી હતી. તેમણે તેમની સંગીતની તાલીમ ભાવનગર શહેરની સપ્તકલામાં કલા-ગુરુ ભાર્વભાઈ પંડ્યાના હાથ નીચે મેળવી હતી. તેમના અવાજમાં જાણીતા ગાયક મુકેશનનો સ્પર્શ હતો, અવાજને તેઓએ એટલો સરસ કેળવ્યો હતો સાંભળો તો લાગે કે મુકેશ જીવિત છે. તેમણે તેમની સંગીત કરિયરમાં પ્રથમ સંગીત આલ્બમ ‘ટ્રીબ્યુટ ટુ મુકેશ’ ૧૯૭૯માં રિલીઝ કર્યું હતું. પછી તેમણે આઠ હિન્દી અને અનેક ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કર્યું અને મ્યુઝીક ટીમનો ભાગ પણ રહ્યા, તેમજ શ્રી રાજ કપૂરના જીવનના અંતિમ હિન્દી ફિલ્મ ‘ગોપીચંદ જાસુસમાં’ પણ પોતાનો સ્વર આપ્યો.

ઉપરાંત સંગીતના વિવિધ ક્ષેત્રે-રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાતેક એવોર્ડ વિજેતાઅને ભારતીય વિધાભવન યોજિત ઓલ ઈન્ડિયા સુગમ સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એકમાત્ર આમંત્રિત પણ તેઓ હતા, તેમજ લીમકા અને મિલેનિયમ મુકેશ મેમોરિયલ એવોર્ડ વિજેતા પણ તેઓ રહી ચૂક્યા છે અને છતાં પણ તેઓ કહેતા કે સંગીત અને કોઈ પણ કલા ક્ષેત્રે જો આપણે કલાકાર તરીકેની પ્રશંસા અને નામનાને માત્ર હૈયામાં સ્થાન આપશું અને તેને મગજ પર સવાર નહીં થવા દઈએ તો સફળતાની સીડીઓ વધુ ચડી શકશે.

જ્યારે મુકેશના ગીતોનો પ્રોગ્રામ હોય ત્યારે છેલ્લે સમાપન વખતે તેઓ છોટી છોટી બાતે (૧૯૬૫) ફિલ્મનું "અલવીદા" ગીત અચૂક ગાય, કોઈ શ્રોતા ગીતની વચ્ચે ન ઉઠે તેની સુચના તેઓ પહેલા જ આપી દેતા અને ગીત પૂરું થાય ત્યારે એક પણ શ્રોતા એવો ન હોય કે જેની આંખ ભીની ન હોય (યુટ્યુબ માંથી આ ગીતની લિન્ક શોધીને લેખના અંતમાં મૂકવામાં આવી છે). આજે આપણા પોતાના "વોઇસ ઓફ મુકેશ" ડૉ. કમલેશ આવસત્થીને "અલવીદા" કહેવું રહ્યું પણ તેઓના અવાજ અને સોશીયલ મીડીયા, યૂટ્યૂબ વગેરે પર રહેલા તેઓના વિડીયો દ્વારા ડૉ. કમલેશ આવસત્થી હંમેશા આપણી સાથે રહેશે.

નોંધ લેશો: યુટ્યુબ લિન્ક સમાચાર સાથેની માલિકીની નથી ફક્ત આપની સાથે શેર કરવા માટે યુટ્યૂબ પરથી શોધવામાં અને મૂકવામાં આવી છે.

  Click here to watch YouTube Video!

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.