સમાચાર સારાંશ: રાજકીય વિશ્લેષકોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે મતદારો તેમના તરફ ઢળી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં (America election) મતદાન (voter) શરૂ થઈ ગયું છે ત્યારે રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પલ્લું ભારે ભારતીય મૂળનાં કમલા હેરિસ માટે કપરાં ચઢાણ
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પલ્લું ભારે થઈ રહ્યું હોવાના અને ભારતીય મૂળનાં કમલા હેરિસ માટે કપરાં ચઢાણ હોવાના અહેવાલ છે. સીએનએનના છેલ્લા સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને સરખા 48-48 ટકા મત મળવાની આગાહી કરાઈ હતી પણ વોલ સ્ટ્રીટ જર્નલના નવા પ્રિપોલ સર્વે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પને 47 ટકા જ્યારે કમલા હેરિસને 45 ટકા મત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ (kamla heris ) કરતાં 2 પોઇન્ટ આગળ હોવાનું તારણ આ સર્વેમાં કઢાયું છે.
— Donald J. Trump (@realDonaldTrump) November 3, 2024

રાજકીય વિશ્લેષકોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) અમેરિકા ફર્સ્ટ (America first )નીતિના કારણે મતદારો તેમના તરફ ઢળી રહ્યા છે. ટ્રમ્પે બીજા બધા મુદ્દાને બાજુ પર મૂકીને અમેરિકામાં અમેરિકનોને જ પ્રાધાન્ય મળે અને બહારનાં દેશોના લોકોનો પ્રવેશ પર આકરાં નિયંત્રણો લદાય તેના પર ધ્યાન કેન્દ્રિય કર્યું છે
ટ્રમ્પ સતત એક વાત કહે છે કે ગમે તે ભોગે અમેરિકાનાં અને અમેરિકનોનાં હિતો તો જળવાવાં જ જોઇએ.
વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા એટલે કે સુપર પાવર તરીકે અમેરિકાનો પ્રભાવ વિશ્વ ઉપર રહેવો જ જોઇએ. આ વાત અમેરિકનોને પસંદ પડી રહી છે. બહારનાં લોકોને અમેરિકામાં સરળતાથી નહીં આવવા દેવાની ડોનાલ્ડ ટ્રમ્પની વાતને લોકો સ્વીકારી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝિલ, મેક્સિકો, ફિલિપાઈન્સ અને અલ સેલ્વેડોર એમ વિશ્વનાં છ રાષ્ટ્રોમાંથી આવતા વસાહતીઓ અમેરિકામાં આવી અમેરિકાનું ખાઈને અમેરિકાને જ અસામાન્ય નુકસાન કરે છે એવી ટ્રમ્પની દલીલ મોટા ભાગના અમેરિકન્સ સ્વીકારી રહ્યા છે.
ટ્રમ્પનાં મુખ્ય હરીફ કમલા હેરિસ ભારતીય મૂળનાં છે. હેરિસ પોતે જ ઇમિગ્રન્ટ માતા-પિતાનાં સંતાન હોઈ બહારથી આવનારાં લોકો સામે આકરું વલણ નહીં અપનાવી શકે તેથી ટ્રમ્પ બહુ મહેનત વિના આ દલીલ લોકોને ગળે ઉતારવામાં સફળ રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, કમલાની પ્રારંભિક લીડનું સૌથી મોટું કારણ બાઈડન મેદાનમાંથી ખસી ગયા તેના કારણે પેદા થયેલો સામાન્ય લોકોમાં ઉત્સાહ હતો પણ હવે એ ઉત્સાહ ઓસરી ગયો છે. ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો તેમજ મતદારો પણ માનતા હતા કે હવે ચૂંટણીમાં તાજગી જોવા મળશે.
તેના કારણે કમલા હેરિસને જબરદસ્ત ભંડોળ મળ્યું. કમલા હેરિસ પોલ સર્વેમાં પણ ટ્રમ્પથી આગળ નિકળ ગયાં પણ ટ્રમ્પનું અમેરિકા ફર્સ્ટ કાર્ડ બાજી પલટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના બે વાર પ્રયાસ થયા તેનો પણ ટ્રમ્પને ફાયદો મળી રહ્યો છે. ટ્રમ્પનો જીવ લેવાના પ્રયાસ થયા ત્યારે ટ્રમ્પ ડરીને ભાગવાના બદલે સ્ટેજ પર જ ઉભા રહ્યા અને હુમલાખોરને પડકાર્યો તેની પણ અમેરિકાના મતદારો પર સારી અસર પડી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



