હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ઉઠાવો આંગળી, તોડો પંજો અને જોડો કમળની પાંખડીઓ!! કમળની કમાલ એટલે વિકસિત ભારતની ગેરંટી! જીવતર ન બગાડવું હોય, તો આંગળી બગાડાજો! ઉઠો જાગો અને મતદાન કરો! ગરમી, રજા અને આળસ ગણ્યા તો જીવતર અવગણ્યું સમજો

Posted 2 years ago with 188 views

Story by Hiren Kotak | 7 mins read

સમાચાર સારાંશ: રાહ શું જૂઓ છો, અત્યારે જ જઈને મત આપી એ જવાબદારી નિભાવી આવો! સ્લીપ હાથવગી નથી, મારો મત ક્યાં નાંખવો, આરામથી સાંજે ઠંડા પહોરે મત આપી આવીશ જેવા બાલિશ બહાનાઓ ન અપાતા, બાકી આજની જે ગરમી છે તેનાથી હજાર ગણો એવો કુશાસન નો તાપ અને એ પણ જીવનભર સહન કરવાનો વખત આવશે એ નકકી!!

ઉઠાવો આંગળી, તોડો પંજો અને જોડો કમળની પાંખડીઓ!! કમળની કમાલ એટલે વિકસિત ભારતની ગેરંટી! જીવતર ન બગાડવું હોય, તો આંગળી બગાડાજો! ઉઠો જાગો અને મતદાન કરો! ગરમી, રજા અને આળસ ગણ્યા તો જીવતર અવગણ્યું સમજો
1/3
ઉઠાવો આંગળી, તોડો પંજો અને જોડો કમળની પાંખડીઓ!! કમળની કમાલ એટલે વિકસિત ભારતની ગેરંટી! જીવતર ન બગાડવું હોય, તો આંગળી બગાડાજો! ઉઠો જાગો અને મતદાન કરો! ગરમી, રજા અને આળસ ગણ્યા તો જીવતર અવગણ્યું સમજો
2/3
ઉઠાવો આંગળી, તોડો પંજો અને જોડો કમળની પાંખડીઓ!! કમળની કમાલ એટલે વિકસિત ભારતની ગેરંટી! જીવતર ન બગાડવું હોય, તો આંગળી બગાડાજો! ઉઠો જાગો અને મતદાન કરો! ગરમી, રજા અને આળસ ગણ્યા તો જીવતર અવગણ્યું સમજો
3/3

ઉઠાવો આંગળી, તોડો પંજો અને જોડો કમળની પાંખડીઓ!!

કમળની કમાલ એટલે વિકસિત ભારતની ગેરંટી!
જીવતર ન બગાડવું હોય, તો આંગળી બગાડાજો!
ઉઠો જાગો અને મતદાન કરો!
ગરમી, રજા અને આળસ ગણ્યા તો જીવતર અવગણ્યું સમજો!

ભારતને વિકસિત ભારત બનાવવું એટલે આપણી તમામ ફરિયાદોને ફરી યાદ ન કરવી પડે તે, સનાતન સંસ્કૃતી અને મૂલ્યો ને પ્રાધાન્ય આપવું તે! જો સહેમત છો તો તો તેનું અમલ કરતા નેતૃત્વને સદા અગ્રેસર રાખવાની જવાબદારી પણ આપણી જ એમના પરીવાર ની ખરી કે નહિ!! તો પછી રાહ શું જૂઓ છો, અત્યારે જ જઈને મત આપી એ જવાબદારી નિભાવી આવો! સ્લીપ હાથવગી નથી, મારો મત ક્યાં નાંખવો, આરામથી સાંજે ઠંડા પહોરે મત આપી આવીશ જેવા બાલિશ બહાનાઓ ન અપાતા, બાકી આજની જે ગરમી છે તેનાથી હજાર ગણો એવો કુશાસન નો તાપ અને એ પણ જીવનભર સહન કરવાનો વખત આવશે એ નકકી!!

સ્લીપ ન મળતી હોય તો મતદાન મથક ક્યાં છે એ પૂછવા આજુબાજુના લોકોને પુછી લેજો અને ત્યાં પહોચીને મત કેમ આપવો એ સમજવા તમારા માટે ઠંડા પાણી અને વિનમ્રતા સાથે આવકારવા ઉભેલા મતદાન મથક ના કર્મચારીઓને પુછી લેજો, અને હા તમારું કોઈપણ સરકારી ઓળખપત્ર સાથે રાખજો જેથી ભારતનાં મતદાર હોવાનો હક ધરાવતા નાગરીક તરીકેની ઓળખ બનેલી રહે. બહાર નીકળીને મત આપ્યા સાથેની નિશાની વાળી આંગળી સાથે એક સેલ્ફી વોટ્સેપ ગ્રુપો, ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર જરૂર થી પોસ્ટ કરજો, જેથી અન્યો પણ તમારામાં થી પ્રેરણા લ્યે તેમજ આપના તરફ રાષ્ટ્રપ્રેમી લોકોનાં ખરા હૃદય થી લાઈક્સ અને ફોલોવર વધે!
?ref_src=twsrc%5Etfw">May 2, 2024

જુઓ મિત્રો આસુરી શકિતઓ હજૂ પણ હાવી છે, દેશના દુશ્મનો હજૂ પણ તાકમાં છે, દેશને કોરી ખાતી ઉધઈઓ અને તમારી તિજોરીઓ સાફ કરવા તાકમાં ઉભેલી ઉબેટો પંજામાં સાવરણો પકડી ને ઉભી છે, જેને ફૂટબોલ ની માફક એક લાત મારી બાઉન્ડ્રી બહાર પહોચાડવા માટે પગ નહિ, તમારી એક આંગળી જ કાફી છે. છેલ્લા દસ વર્ષમાં આપણે કૌભાડ શબ્દ પંજાના મુખેથી પણ નથી સાંભળ્યો, એ કંઈ નાની સુની સિદ્ધિ નથી, કૌભાંડો ની શક્યતાઓ જ સમાપ્ત થઈ છે એટલે જ અન્ય જુઠ્ઠાણાં ઓ ફેલાવી તમારી માનસીકતા પર હુમલાઓ થયા છે, સ્થિતપ્રજ્ઞ રહેજો, 2014 થી તમે જેમનામાં વિશ્વાસ મૂકેલો એ જ વિશ્વાસ પાત્ર છે એ સમજજો! જાતી જ્ઞાતિ અને માન સન્માનને હથિયાર બનાવી તમારી ઓળખ ભૂસવા નીકળેલી ઉબેટો ને તમારો ઉંબરો બતાવી દેજો!


ઇવીએમ પર અલગ અલગ કીચડ સામાન નિશાનો વચ્ચે પણ પોતાનો ગુણધર્મ નથી ચૂકયું એવા પુષ્પને જ આંગળીનું ટેરવું અડાડજો. આતંકવાદીઓ તેમની બંદૂકનું ટ્રિગર ન દબાવી શકે તે માટે ઇવીએમનું પેલું કમળ ના પુષ્પ વાળુ બટન દબાવશો એટલે રાષ્ટ્રહિતના શત્રુઓ દુમ દબાવીને અંતર્ધ્યાન થઈ જશે એ કન્ફર્મ‌! ગાળો બોલતા અને દરેક સરકારી ટેન્ડરો માં ગાળો રાખતા એ પૂર્વ કૌભાંડકારીઓ ની યાદી ચકાસી લ્યો, શું વિકસિત ભારતનાં યશસ્વી પ્રણેતાની સામે દેખાતા એકપણ નેતા આપણા મહાન રાષ્ટ્રની ધુરા સંભાળવા ને લાયક છે પણ ખરા! ના, ખબર છે તમારો આ જવાબ! છતાં પણ એટલા માટે પૂછ્યું કે આપને યાદ રહે કે એ અસુરો ને આપના હિતોની નિર્મમ હત્યા કરતા રોકવા માટે તમારે ગાંડીવ નહી, પરંતુ એક આંગળી માત્ર ઉપાડવાની છે અને વિકસિત ભારતનાં સંક્લ્પ અને તમારી સુખાકારીની ગેરંટી ને તમારે જ પ્રચંડ અને આળસ ખંખેરી ને પ્રચંડ અને પ્રભાવી સમર્થન આપવાનું અને અપાવવાનું પણ છે.

વિશ્વનાં કોઈપણ દેશ કરતા ઓછા સીધા કરવેરા, સલામત સરહદો, તમારા અને મારા આત્મસન્માન ની રક્ષા, સંસ્કૃતી અને ધર્મનાં સ્થાનો પ્રજવલ્લિત થવા, ગરીબો, મહિલાઓ, યુવાનો અને નાના વેપારીઓને મજબૂત બનાવવા સહિતનાં સેંકડો પ્રકલ્પો થી તો આપ બરોબર જાણકાર છો, પરંતુ એ પર્યાપ્ત નથી એમ લાગતું હોય તો તેની આપૂર્તિ કોણ કરી શકે તેમ છે, કોની ગેરંટી પર તેના માટે વિશ્વાસ કરી શકાય એ પણ તમે બરોબર જાણો છો. વળી વાત ત્યાં જ આવી ને ઉભી છે કે તમારી એ સારી ભાવના ને સહેમતી મતદાન કરીને પ્રગટ નહી કરો તો, અફસોસ અને પશ્ચાતાપ અન્ય કોઈને નહી તમારે જ કરવો પડશે...!!

મતદાન મથકો પર લાઈનો લાગી હોય તો ગરમી થી બચવા ટોપી, છત્રી અથવા ભીનો રૂમાલ માથે ઓઢી લેજો બાકી અનિષ્ટોનાં તાપ થી એ જ માથે ઓઢીને રડવાનો વખત આવશે એ પણ નક્કી! તમારુ આયોજન અને સપનું છે ને કે તમારુ બચાવેલુ તમારા બાળકોને જ મળે!! પરંતુ આ કાળમુખો પંજો તમારી એ લોહી-પાણી એક કરી એકઠી કરેલ સંપત્તિઓ હડપ કરવા પાછી પાની નથી કરાવાનો, જે તેણે જ અને એ પણ અધિકૃત સ્વરૂપે 'ઢંઢેરો' પીટી પીટી ને કહ્યું છે. તમારા એ 'હાર્ડઅર્ન મની' ને મનોવૈજ્ઞાનિક રૂપથી મિનીએચર્સ એવા પંજા ના પર્સમાં ન પહોચાડવા હોય તો "ઉઠો જાગો અને મતદાન ન થાય ત્યાં સુઘી જલ આચમન પણ ન કરો!"

કોઈને દારૂ, તો કોઈ નરાધમ ને દેશ વહેંચવો છે, જે સ્પષ્ટ અને સાબીત પણ થઈ ગયું, માટે જ આપણે આપણી સુખાકારી અને શાંતિનાં એ શત્રુઓને ધુત્કારીએ પણ છીએ, પરંતુ એ લૂંટારાઓની ટોળકી ને રોકવા માટે આપણે શું કરી શકીએ!! એ જો સમજવું, અનુભવવું અને કરવું હોય તો 'ઉઠાવો આંગળી, તોડો પંજો અને જોડો કમળની પાંખડીઓ!!

હિરેન કોટક
લેખક, વક્તા, વિશેષજ્ઞ અને રાજનીતિજ્ઞ
મો. (91) 9537400000
hirenkotak@hirenkotak.com

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.