લોકસભાના ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ સાથે વોરરૂમના કો-ઓર્ડીનેટરો ચૂંટણી પ્રક્રિયા, પ્રચાર-પ્રસાર, જાહેર સભાઓ, પ્રેસકોન્ફરન્સ, મિડિયા સંકલન, સ્ટારપ્રચારક સંકલન, પ્રદેશ-રાષ્ટ્રીય આગેવાનોની રેલીઓ-સભાઓ માટેનું સંકલન, વોરરૂમ, મિડિયા સેન્ટર, કમાન્ડ સેન્ટરથી કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા વોર ફોર ન્યાય ઝોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, વોર ફોર ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની ‘પાંચ ન્યાય’ હેઠળ ૨૫ ગેરંટીથી થીમ પર બનાવવામાં આવ્યો
વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, મિડિયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને અંકિત કરવામાં આવ્યાં છે.
મીડીયા રૂમ, વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, કો-ઓર્ડીનેશન રૂમ
વોર ફોર ન્યાય ઝોનના ૧૪ જેટલા રૂમોમાં લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે.
૭૮ જેટલા કાર્યકર્તા-આગેવાનો ચૂંટણીલક્ષી પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરશે.
વોરરૂમમાં ૨૬ લોકસભા માટેના કો-ઓર્ડીનેટર નિમવામાં આવ્યાં છે.
વોરરૂમના કો-ઓર્ડીનેટરઓ ચૂંટણી દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે.
લોકસભાના ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ સાથે વોરરૂમના કો-ઓર્ડીનેટરો ચૂંટણી પ્રક્રિયા, પ્રચાર-પ્રસાર, જાહેર સભાઓ, પ્રેસકોન્ફરન્સ, મિડિયા સંકલન, સ્ટારપ્રચારક સંકલન, પ્રદેશ-રાષ્ટ્રીય આગેવાનોની રેલીઓ-સભાઓ માટેનું સંકલન, વોરરૂમ, મિડિયા સેન્ટર, કમાન્ડ સેન્ટરથી કરવામાં આવશે.
રાષ્ટ્રીય નેતૃત્વ સાથે સંવાદ તેમજ વ્યૂહરચના માટે સ્ટેટેજી ઝોનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી માટે બેઠક દીઠ ૨૬ લોકસભા મીડીયા કો-ઓર્ડીનેટર અને વિભાગીય પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રદેશ મીડીયા સંકલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
મિડિયા સેન્ટર દ્વારા ચૂંટણી દરમ્યાન વિવિધ ચેનલોમાં પ્રતિનિધિ મોકલવા, પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, જાહેર ચર્ચાઓ માટે પ્રતિનિધિ સંકલન કરવામાં આવશે.