હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો , 76 ટકા ભરાયો

Posted 1 month ago with 35 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ડેમની સપાટી 131.48 મીટરે પહોંચી છે. જેમાં પાણીની આવક 45252.00 ક્યુસેક છે. જ્યારે પાણીની જાવક 2899.00 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 57 સે.મી.નો વધારો થયો છે. જેના પગલે પાણીનો સ્ટોરેજ 76.76 ટકા થયો છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો , 76 ટકા ભરાયો
1/1

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો , 76 ટકા ભરાયો

 ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો થઇ રહ્યો છે. જેમાં રવિવાર સાંજે પાંચ વાગે સુધીમાં ડેમની સપાટી 131.48 મીટરે પહોંચી છે. જેમાં પાણીની આવક 45252.00 ક્યુસેક છે. જ્યારે પાણીની જાવક 2899.00 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 57 સે.મી.નો વધારો થયો છે. જેના પગલે પાણીનો સ્ટોરેજ 76.76 ટકા થયો છે.

રાજયમાં 22 ડેમ હાઇએલર્ટ પર 15 ડેમ સો ટકા ભરાયા

જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તેમજ ઉપરવાસમાંથી સતત પાણીની ભારે આવક થવાને કારણે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત રાજયમાં 22 ડેમ હાઇએલર્ટ પર છે અને 15 ડેમ સો ટકા ભરાયા છે.

રાજકોટ તાલુકામાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો

જ્યારે રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા રવિવારે સવારે 6:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 69 મિ.મી. (2.72 ઇંચ) વરસાદ રાજકોટ તાલુકામાં નોંધાયો છે.

કચ્છના મુન્દ્રામાં 27 મિ.મી. વરસાદ નોંધાયો

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 38 મિ.મી., વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં 33 મિ.મી., અરવલ્લીના મોડાસામાં 31 મિ.મી. અને કચ્છના મુન્દ્રામાં 27 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ધરણીધર વિસ્તારમાં 25 મિ.મી., જ્યારે સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ શહેરમાં 23-23 મિ.મી. વરસાદ નોંધાયો છે.

ખેડૂતો અને જળાશયો માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ

વલસાડના કપરાડામાં 17 મિ.મી., પાટણના રાધનપુરમાં 16 મિ.મી., બનાસકાંઠાના ઓગડમાં તથા સુરતના બારડોલીમાં 14-14 મિ.મી. વરસાદ નોંધાતા ખેડૂતો અને જળાશયો માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ભારત, રાજનૈતિક, સામાજીક

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ભારત, રાજનૈતિક, સામાજીક

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

કચ્છ જિલ્લામાં ૪૮ કલાકમાં મોસમનો ૨૭ ટકા વરસાદ ખાબકતાં સરેરાશ ૫૬ ટકાને પાર કારાઘોઘા ડેમ છલકાયો

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.