સમાચાર સારાંશ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ રાજ્યમાં ચોમાસાના સક્રિય તબક્કા અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ કરી ભારે વરસાદની આગાહી અરબી સમુદ્રમાં પવનની ગતિ ગુજરાત તરફ , રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા
ગરમી અને બફારાથી ત્રસ્ત ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ રાજ્યમાં ચોમાસાના સક્રિય તબક્કા અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, જૂન 15 થી રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થશે. જૂન 17 થી અરબી સમુદ્રમાં પવનની ગતિ ગુજરાત તરફ રહેશે.

આના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જૂન 18 થી 26 વચ્ચે અતિભારે વરસાદની શક્યતા: જૂન 18 થી 26 વચ્ચેનો સમયગાળો રાજ્ય માટે અત્યંત મહત્વનો રહેશે.
આ સમય દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy to very heavy rainfall) વરસવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.16 થી 24 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર અને દક્ષિણના ભાગોમાં વરસાદ પડશે. અને નવસારી, સુરત, તાપી, ભરૂચમાં વરસાદ થવાની શક્યતા છે.
Weather expert Ambalal Patel predicts heavy rains, wind speed in the Arabian Sea towards Gujarat, possibility of rain with strong winds in the state
Relief news is coming for the people of Gujarat, who are suffering from heat and storms. Weather expert Ambalal Patel has expressed important predictions about the active phase of the monsoon and heavy rains in the state. According to him, heavy rains will start in the state from June 15. From June 17, the wind speed in the Arabian Sea will be towards Gujarat.
Due to this, heavy rains may fall in some parts of North Gujarat, Central Gujarat, South Gujarat and Saurashtra. Possibility of very heavy rains between June 18 and 26: The period between June 18 and 26 will be extremely important for the state.
During this time, Ambalal Patel has expressed the possibility of heavy to very heavy rainfall in some parts of Gujarat. Especially in some parts of Saurashtra, heavy to very heavy rains may occur. From 16th to 24th, there will be rain in many parts of the state. Also, there will be rain in parts of Panchmahal and in the north and south. And there is a possibility of rain in Navsari, Surat, Tapi, Bharuch.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



