હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, જમીન માપણી સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યાં

Posted 2 years ago with 45 views

Story by Shileshbhai Vala | 4 mins read

સમાચાર સારાંશ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમમાં જોડાયા

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ  યોજાયો  મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, જમીન માપણી સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યાં
1/1

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે તાત્કાલિક પગલા લેવાના દિશાનિર્દેશો આપ્યાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા દર મહિને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો 

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ  યોજાયો  મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, જમીન માપણી સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યાં

મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, જમીન માપણી સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યાં

કલેક્ટર અરજદારોની ઉપસ્થિતિમાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી

ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ, ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ વિભાગોને લગત વણઉકલાયેલ પ્રશ્નો સાથે અરજદાર ઉપસ્થિત રહ્યાં હતાં.  

જિલ્લાના અરજદારોએ મહેસૂલ શાખા, જમીન શાખા, આવાસ યોજના, માર્ગ મકાન વિભાગ, જમીન માપણી, ગામતળ દબાણના પ્રશ્નો, બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને જે-તે પ્રશ્નો સત્વરે ઉકેલાય તે માટેના જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.

કલેક્ટરએ રજૂ થયેલા પ્રશ્નો પરત્વે નિયમ મુજબની આગળની કાર્યવાહી કરીને જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો સકારાત્મક નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ અરજદારોને તેમના યોગ્ય પ્રશ્નોનો નિયમ મુજબ સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા હૈયાધારણ આપી હતી.

જિલ્લાનાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, મામલતદાર સર્વ આરઝૂ ગજ્જર, એન.જી.રાદડીયા સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા દર મહિને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં.

આ ઓનલાઈન કાર્યક્રમમાં નાગરિકોએ પોતાની રજૂઆત કરી હતી. જેને સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે તાત્કાલિક પગલા લેવાના દિશાનિર્દેશો આપ્યાં હતાં. લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને લોકોની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ આવે તે પ્રકારની કાર્યપદ્ધતિને અનુસરવા માટે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી જોડાયા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.