હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી

Posted 4 months ago with 47 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: કેન્દ્રીય બજેટ 2026 રજુ કરતા નિર્મલા સીતારમણે નારિયેળ પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરી, જેનો લાભ 1 કરોડ ખેડૂતો સહીત 3 લોકોને લાભ થશે. આ યોજના હેઠળ જ્યાં નારિયેળનું ઉત્પાદન થાય છે એ રાજ્યોમાં જૂના અને બિનઉત્પાદક વૃક્ષોને બદલે સુધારેલી જાતોના નાળીયેરના વૃક્ષો રોપવા જેવા કર્યોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભારત વિશ્વનો સૌથી મોટો નારિયેળ ઉત્પાદક દેશ છે

બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી
1/1

 બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં કેન્દ્રિય બજેટ 2026 રજૂ કર્યું, આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્ર માટે જાહેરાતો કરી. બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.  

બજેટમાં ખાસ કરીને નાળિયેર, ચંદન, કોકો અને કાજુ જેવા હાઈ વેલ્યુ ક્રોપને પ્રોત્સાહન માટે જાહેરાતો કરવામાં આવી છે. ઉત્તરપૂર્વમાં અગરના વૃક્ષોને પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં બદામ, અખરોટ અને પાઈન નટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.

નારિયેળના ખેડૂતો માટે મહત્વની જાહેરાત:

કેન્દ્રીય બજેટ 2026 રજુ કરતા નિર્મલા સીતારમણે નારિયેળ પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરી, જેનો લાભ 1 કરોડ ખેડૂતો સહીત 3 લોકોને લાભ થશે. આ યોજના હેઠળ જ્યાં નારિયેળનું ઉત્પાદન થાય છે એ  રાજ્યોમાં જૂના અને બિનઉત્પાદક વૃક્ષોને બદલે સુધારેલી જાતોના નાળીયેરના વૃક્ષો રોપવા જેવા કર્યોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભારત  વિશ્વનો સૌથી મોટો નારિયેળ ઉત્પાદક દેશ છે

કાજુ અને કોકોના ખેડૂતો માટે યોજના:

બજેટ 2026માં કાજુ અને કોકો ઉત્પાદન અને પ્રક્રિયામાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક ડેડીકેટેડ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી. આ પ્રોગ્રામનો હેતુ કાજુ અને કોકોની નિકાસ વધરવા અને 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને પ્રીમિયમ વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો છે.

ચંદનને ઉપ્પાદનને ટેકો મળશે:

નાણાપ્રધાન સીતારમણે જાહેરાત કરી કે ચંદનની ખેતી અને લણણી પછીની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. ભારતીમાં ચંદન ઇકોસિસ્ટમને ફરી ગૌરવ અપવવા માટે યોજના શરુ કરવામાં આવશે.

અખરોટ, બદામ અને પાઈન નટ્સ માટે પ્રોગ્રામ:

સરકાર અખરોટ, બદામ અને પાઈન નટ્સની ખેતીના પ્રોત્સાહન માટે ડેડીકેટેડ પ્રોગ્રામ શરુ કરવામાં આવશે, જે હેઠળ ઓછી ઉપજ આપતા બગીચાઓને પુનર્જીવિત કરવા અને હાઈ ડેન્સીટી ખેતનો વ્યાપ વધારવા પ્રયાસ કરવામાં આવશે. યુવાનોને કૃષિ-ઉદ્યોગોમાં જોડાવા પ્રોત્સાહન આપવામાં આવશે.

Bharat-VISTAAR પહેલ:

બજેટ 2026માં એક ખેડૂતો માટે AI-બેઝ્ડ પ્લેટફોર્મ Bharat-VISTAAR (વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચરલ રિસોર્સિસ) ની જાહેરાત કરવામાં આવી, આ પ્લેટફોર્મને એગ્રીસ્ટેક પોર્ટલ અને ICAR સાથે જોડવામાં આવશે. આ સાધન ખેડૂતોને કસ્ટમાઇઝ્ડ એડવાઈઝ સર્વિસ આપશે, જેનાથી કૃષિને  લગતા નિર્ણય લેવામાં મદદ મળશે. 

પશુ પાલન અને મત્સ્યપાલન:

નિર્મલા સીતારમણે 500 જળાશયો અને અમૃત સરોવરોને જોડીને મત્સ્યઉદ્યોગ મજબૂત બનાવવાની જાહેરાત કરી. પશુપાલન ક્ષેત્રમાં રોજગારીની તકો વધારવા માટે એન્ટરપ્રેન્યોરશીપ વિકાસની જાહેરાત કરવામાં આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.