હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

કોણ છે આ અધિકારી જેની સામે પીએમ મોદીએ હાથ જોડ્યા અને ફોર્મ ભર્યું ...લોકશાહીની એક મજબૂત તસવીર સામે આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું નામાંકન વારાણસી બેઠક પરથી દાખલ કર્યું

Posted 2 years ago with 163 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવી રહેલા વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ હ

કોણ છે આ અધિકારી જેની સામે પીએમ મોદીએ હાથ જોડ્યા અને ફોર્મ ભર્યું ...લોકશાહીની એક મજબૂત તસવીર સામે  આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું નામાંકન વારાણસી બેઠક પરથી દાખલ કર્યું
1/1

કોણ છે આ અધિકારી જેની સામે પીએમ મોદીએ હાથ જોડ્યા અને ફોર્મ ભર્યું ...લોકશાહીની એક મજબૂત તસવીર સામે 

આવી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું નામાંકન વારાણસી બેઠક પરથી દાખલ કર્યું પરંતુ દરેક લોકોના મનમાં એક સવાલ ઊભો થયો ફોર્મ ભરતી વખતેજે ચૂંટણી અધિકારી છે તે કોણ છે જેની સામે પીએમ મોદીએ હાથ જોડીને અભિવાદન કર્યું. 

ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવી રહેલા વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ હતા. એ સમયે દેશના સર્વોચ્ચ પદ પર રહેલા પીએમ મોદી ઉભા થઈને લોકશાહીના સૈનિકને હાથ જોડે છે. જે લોકશાહીની ખરેખર એક મજબૂત તસવીર છે. 

વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ તમિલનાડુના રહેવાસી છે અને 2009 બેચના IAS અધિકારી છે. તેમણે B.Tech કર્યું છે. એસ. રાજલિંગમે અગાઉ બાંદામાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ, ઔરૈયામાં ડીએમ અને લખનૌમાં ડેરી ડેવલપમેન્ટ વિભાગમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તેઓ સોનભદ્ર અને કુશીનગરમાં ડીએમ પણ રહી ચૂક્યા છે.

રાજલિંગમે સુલતાનપુરના કલેક્ટર, અયોધ્યાના મ્યુનિસિપલ કમિશનર, મૂળભૂત શિક્ષણ વિભાગના વિશેષ સચિવ, શહેરી વિકાસ વિભાગના વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે.
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. 

પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં 67.25 ટકા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમા અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન થશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.