હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ધર્મ, રસોઈ-વાનગી

નૂતન વર્ષનાં પ્રથમ દિવસે કેમ ધરવામાં આવે છે અન્નકૂટ? શું છે તેનું મહત્વ? દિવાળીના બીજા દિવસે અને વિક્રમ સવંતના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: આજે ગામના નાનામાં નાના ઠાકર મંદિરથી લઈને દ્વારકા, શામળાજી, ડાકોર સહિતનાં યાત્રાધામોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે.

નૂતન વર્ષનાં પ્રથમ દિવસે કેમ ધરવામાં આવે છે અન્નકૂટ? શું છે તેનું મહત્વ?  દિવાળીના બીજા દિવસે અને વિક્રમ સવંતના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે
1/2
નૂતન વર્ષનાં પ્રથમ દિવસે કેમ ધરવામાં આવે છે અન્નકૂટ? શું છે તેનું મહત્વ?  દિવાળીના બીજા દિવસે અને વિક્રમ સવંતના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે
2/2

Happy new year નૂતન વર્ષનાં પ્રથમ દિવસે કેમ ધરવામાં આવે છે અન્નકૂટ? શું છે તેનું મહત્વ?

દિવાળીના બીજા દિવસે અને વિક્રમ સવંતના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા (Govardhan pooja ) કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. એટલું જ નહીં, આ દિવસે 56 કે 108 પ્રકારની વાનગીઓ (Annakoot) બનાવીને શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવે છે, જેને ‘અન્નકુટ’ કહેવામાં આવે છે. (Importance of Annakoot)એવું માનવામાં આવે છે કે વ્રજના લોકોની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની દૈવી શક્તિથી વિશાળ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળીમાં ઉપાડીને ભગવાન ઈન્દ્રના પ્રકોપથી હજારો પ્રાણીઓ અને મનુષ્યોના જીવ બચાવ્યા હતા. તે દિવસથી જ ગોવર્ધન પૂજા શરૂ થઈ. તેને અન્નકૂટ ઉત્સવ પણ કહેવાય છે. આજે ગામના નાનામાં નાના ઠાકર મંદિરથી લઈને દ્વારકા, શામળાજી, ડાકોર સહિતનાં યાત્રાધામોમાં અન્નકૂટ ધરાવવામાં આવે છે. 

શું છે અન્નકૂટ?

આજના દિવસે ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને પૂજા કરવાની પરંપરા છે. અન્નકૂટ એટલે અનાજનો સમૂહ. ભક્તો ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ અર્પણ કરે છે. ગોવર્ધન પૂજાના દિવસે તૈયાર કરવામાં આવતા અન્નકુટમાં અનેક શાકભાજીને એકસાથે ભેળવીને મિશ્ર સબ્જી અને કઢી, ભાત, પુરી વગેરે બનાવવામાં આવે છે. આ પછી થાળને ભગવાન કૃષ્ણને (Shrikrishna)અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદના રૂપમાં ભક્તોમાં વહેંચવામાં આવે છે.

કથા અનુસાર, ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતની નીચે વૃંદાવનના સમગ્ર લોકોને દેવરાજ ઈન્દ્રના ક્રોધથી થતા ભારે વરસાદથી બચાવ્યા હતા. ત્યારબાદ કૃષ્ણએ લોકોને પર્વતો અને પ્રકૃતિમાંથી મેળવેલી વસ્તુઓના મહત્વને શીખવવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ગોવર્ધન પૂજા શરૂ કરી, તેથી દર વર્ષે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. જેમાં લોકો ગાયના છાણ અને આખા અનાજમાંથી ભગવાન કૃષ્ણ અને ગોવર્ધન પર્વતનાં પ્રતિક બનાવીને પૂજા કરે છે અને પ્રકૃતિમાં મળતી વસ્તુઓમાંથી અન્નકૂટ બનાવવામાં આવે છે અને તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

ગોવર્ધન પૂજાનું સનાતન ધર્મના (sanatan dharm ) ખૂબ જ આગવું મહત્વ રહેલું છે, આ પર્વમાં ભગવાન કૃષ્ણ અને તેમને પ્રિય એવી ગાયની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, અન્ય ઘણી જગ્યાએ પણ આ પૂજા પરિવારના સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. પૂજામાં લાલાજીને શણગારવામાં આવે છે અને શુભ મુર્હૂતમાં તેની પૂજા કરવામાં આવે છે. ભક્તો પોતાની મનોકામનાઓ ભગવાન કૃષ્ણ સામે વ્યકત કરે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.