હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

પશ્ચિમ બંગાળમાં ભાજપ કરશે 'ખેલા હોબે' ? ટીએમસીનો ખેલ થયો હોય તેવા એક્ઝિટ પોલના પરિણામો પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા

Posted 2 years ago with 87 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નિષ્ણાતો કહે છે કે જો ભાજપે ખરેખર 400 બેઠકનું લક્ષ્ય પાર પાડવું હોય તો આ રાજ્યમાં જીતવું તેના માટે ખૂબ જ જરૂરી છે

પશ્ચિમ બંગાળમાં ભાજપ કરશે 'ખેલા હોબે' ? ટીએમસીનો ખેલ થયો હોય તેવા એક્ઝિટ પોલના પરિણામો   પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા
1/4
પશ્ચિમ બંગાળમાં ભાજપ કરશે 'ખેલા હોબે' ? ટીએમસીનો ખેલ થયો હોય તેવા એક્ઝિટ પોલના પરિણામો   પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા
2/4
પશ્ચિમ બંગાળમાં ભાજપ કરશે 'ખેલા હોબે' ? ટીએમસીનો ખેલ થયો હોય તેવા એક્ઝિટ પોલના પરિણામો   પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા
3/4
પશ્ચિમ બંગાળમાં ભાજપ કરશે 'ખેલા હોબે' ? ટીએમસીનો ખેલ થયો હોય તેવા એક્ઝિટ પોલના પરિણામો   પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા
4/4

પશ્ચિમ બંગાળમાં ભાજપ કરશે 'ખેલા હોબે' ?

ટીએમસીનો ખેલ થયો હોય તેવા એક્ઝિટ પોલના પરિણામો  
પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી ઘણા વર્ષોથી 'ખેલા હોબે' નારો આપી રહ્યા છે. પરંતુ હવે એક્ઝિટ પોલના પરિણામો જોતા લાગે છે કે તેમની સાથે ખેલ થઇ ગયો છે. એક્ઝિટ પોલમાં બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી ભાજપને 26થી 31 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 11 થી 14 સીટો અને I.N.D.I.A. માત્ર 2 સીટો સુધી સીમિત જણાય છે. નિષ્ણાતો કહે છે કે જો ભાજપે ખરેખર 400 બેઠકનું લક્ષ્ય પાર પાડવું હોય તો આ રાજ્યમાં જીતવું તેના માટે ખૂબ જ જરૂરી છે.

 જો આપણે વોટ શેરની વાત કરીએ તો ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા,I.N.D.I.A. ને 12 ટકા અને અન્યને 2 ટકા વોટ શેર મળી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે જો ભાજપને 46 ટકાની આસપાસ વોટ શેર મળી રહ્યો છે અને તેની બેઠકો આટલી વધી રહી છે તો તૃણમૂલ કોંગ્રેસના ગઢ ગણાતા દક્ષિણ બંગાળમાં ભાજપે સારો એવો ડંકો વગાડ્યો છે, કારણ કે દક્ષિણ બંગાળમાં ઘૂસ્યાં વિના પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે આટલી મોટી જીત મેળવવી અશક્ય છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ, 1 જૂનના રોજ જે 9 બેઠકો પર મતદાન થયું હતું તે તમામ 9 બેઠકો 2019 માં તૃણમૂલ કોંગ્રેસે અને વિશાળ માર્જિનથી જીતી હતી. આવી સ્થિતિમાં, એક વાત સ્પષ્ટ છે કે આખરે આ 9 બેઠકો પર ભાજપે સેંધમારી કરી દીધી છે. 

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાઓના જણાવ્યા અનુસાર, અનુમાન છે કે જો સ્થિતિ ખૂબ જ સારી રહેશે તો ભાજપને પશ્ચિમ બંગાળમાંથી 29 બેઠકો મળશે. બંગાળ ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર બંગાળમાં 1 જૂને જે નવ બેઠકો પર મતદાન થયું હતું તેમાંથી ભાજપને ત્રણ બેઠકો મળી રહી છે. ભાજપ બારાસત, ઉત્તર કોલકાતા અને મથુરાપુર લોકસભા બેઠકો જીતી રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન