હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

શિયાળો જામ્યો , નલિયામાં તાપમાનનો પારો ૧૦.૮°C પર : લોકોને ગુલાબી ઠંડી અનુભવાઈ.

Posted 9 months ago with 116 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: છેલ્લા 24 કલાકના આંકડાઓની વાત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 13.3 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ, જામનગર અને વડોદરામાં 14 ડિગ્રી સેલ્સિયસ

શિયાળો જામ્યો , નલિયામાં તાપમાનનો પારો ૧૦.૮°C પર :  લોકોને ગુલાબી ઠંડી અનુભવાઈ.
1/1

શિયાળો જામ્યો , નલિયામાં તાપમાનનો પારો ૧૦.૮°C પર :  લોકોને ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.  

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો દેખાઈ રહ્યો છે. બેક દિવસ ન્યૂનતમ તાપમાનમાં નોંધાયેલા આંશિક ઘટાડા બાદ પુનઃ ઠંડીનું જોર વધતું દેખાઈ રહ્યું છે. કચ્છના નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 10.8  ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. અમરેલીમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 12.7 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનો પારો પહોંચી ગયો હતો. 

શિયાળો જામ્યો , નલિયામાં તાપમાનનો પારો ૧૦.૮°C પર :  લોકોને ગુલાબી ઠંડી અનુભવાઈ.

છેલ્લા 24 કલાકના આંકડાઓની વાત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 13.3 ડિગ્રી સેલ્સિયસ,  અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ, જામનગર અને વડોદરામાં 14  ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 16.4  ડિગ્રી સેલ્સિયસ અને દ્વારકામાં 19.0  ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જેના કારણે લોકોને ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.  

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું કે નોંધપાત્ર રીતે ઓછું જ્યારે ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું. બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. સમગ્ર પ્રદેશમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી સેલ્સિયસ નલિયા ખાતે નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં આગામી ૩ દિવસ દરમિયાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ સમયગાળા દરમિયાન, ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની શક્યતા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન