હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત

IT નોટીસ મળતા શ્રમિકનો જીવ અધ્ધર....વડોદરાના ખેત શ્રમિકને મળી ITની 75લાખની નોટીસ .

Posted 2 years ago with 21 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચાલુ વર્ષે નોટિસ મળતા મંગળભાઈ વસાવાનાં ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર બાબતે મંગળભાઈ દ્વારા વકીલની સલાહ પણ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

IT નોટીસ મળતા શ્રમિકનો જીવ અધ્ધર....વડોદરાના ખેત શ્રમિકને મળી ITની 75લાખની નોટીસ .
1/1

IT નોટીસ મળતા શ્રમિકનો જીવ અધ્ધર....વડોદરાના ખેત શ્રમિકને મળી ITની 75લાખની નોટીસ .


વડોદરાનાં હાંદોડ ગામે ખેત શ્રમિકને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રૂપિયા 75 લાખની નોટીસ. નોટીસ મળતા શ્રમિકનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો. ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિક પાસે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રૂપિયા 75 લાખ માંગવામાં આવ્યા છે. મંગળભાઈ વસાવાને 2 વર્ષમાં બીજી વખત 75 લાખની નોટિસ ફટકારવામાં આવી છે. મંગળભાઈને 2023 બાદ 2024 માં પણ 75 લાખની નોટિસ મળી છે. ત્યારે ચાલુ વર્ષે નોટિસ મળતા મંગળભાઈ વસાવાનાં ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર બાબતે મંગળભાઈ દ્વારા વકીલની સલાહ પણ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. 


સીએ મારફતે નોટિસનો જવાબ આપ્યો હતોઃ ખેડૂત
આ બાબતે ખેત મજૂર મંગળભાઈ પૂનમભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા મને 75 લાખ રૂપિયાનાં વ્યવહારની નોટિસ મોકલી હતી. જે બાદ મે મારા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. જેમાં કોઈ જાતનાં મોટા આર્થિક વ્યવહારો ન હતો. જે બાદ મે સીએ મારફતે નોટિસનો જવાબ આપ્યો હતો. જેનો ખર્ચા રૂ. 2500 થયો હતો. 


ખોટો પાન નંબર લખાઈ જાય ત્યારે ભળતા નામનાં વ્યક્તિને નોટિસ મળેઃ સીએ
આ બાબતે સીએ કલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ઘણીવાર ખેડૂતો જંત્રીથી ઓછી કિંમતવાળી જમીન વેચે ત્યારે ખેડૂત આઈ રિફંડના ભરે તો નોટીસ આવી શકે છે. 


ત્યારે હાલ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ઓનલાઈન વેરીફીકેશન કરવાની તજવીજ હાથ ધરી છે તેમજ ખોટો પાન નંબર લખાઈ જાય ત્યારે નોટિસ તેવા જ અન્ય નામનાં વ્યક્તિને મળે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન