હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ બિરસામુંડાએ અંગ્રેજો સામે સંઘર્ષ કરી આદિવાસીઓને ન્યાય અપાવ્યો

Posted 1 year ago with 45 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી

અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ બિરસામુંડાએ અંગ્રેજો સામે સંઘર્ષ કરી આદિવાસીઓને ન્યાય અપાવ્યો
1/2
અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ બિરસામુંડાએ અંગ્રેજો સામે સંઘર્ષ કરી આદિવાસીઓને ન્યાય અપાવ્યો
2/2

અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ બિરસામુંડાએ અંગ્રેજો સામે સંઘર્ષ કરી આદિવાસીઓને ન્યાય અપાવ્યો 

સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અસારવા ખાતે મહારેલી નું આયોજન

આદિવાસી અને ભીલ સમાજ દ્વારા છેલ્લાં 20 વર્ષેથી કરાય છે રેલી 

આ મહારેલીમાં આશરે 5 હજાર લોકો જોડાયા તીર કામઠા લઈને આદિવાસીઓ જોડાયા રેલીમાં રેલીમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી રિવાજની ઝાંખી

9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની 9 ઓગષ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ. 

જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.

9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે

9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની 9 ઓગષ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.

વિશ્વ આદિવાસી દિને તેમનાના ઇતિહાસ પર એક નજર કરી તો, આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઇ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુધ્ધ થતા હતા.

એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા ભીલે મદદ કરી શહીદી વ્હોરી હતી અને મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઇઓએ જ મદદનો હાથ આપ્યો હતો. તો રામને લંકા વિજય દરમિયાન, ડાંગમાં રાજાઓનાં પગપેસારાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ફાળો મહત્વનો છે. ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયકશ્રી ગોવિંદગુરૂ સાથે મળી અંગ્રેજોને ધૂળ ચાટતા કર્યા હતાં.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.