હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, સામાજીક, લાઈફ સ્ટાઈલ

વિશ્વ હૃદય દિવસ વર્તમાન યુગમાં અવ્યવસ્થિત જીવનશૈલી અને ખાણીપીણીએ હૃદય સંબંધી બીમારીનું જોખમ વધારી દીધું છે થાક,તણાવની પરેશાની સાથે બેચેની હોય તો સંભવ છે કે,વ્યક્તિ હૃદય રોગના સકંજામાં આવી રહી છે

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: તબીબો કહે છે કે દિલની સ્વસ્થતાની સતત જાળવણી - ચકાસણી કરાવતા રહેવું જેમાં ઇ.સી.જી.,ઇકો,ટ્રેડમિલ ટેસ્ટ,સીટી કોરોનરી ઇંજીઓ ટેસ્ટ અને કેટલીકવાર ઇંજીઓગ્રાફી પણ કરાવી પડે છે

વિશ્વ હૃદય દિવસ વર્તમાન યુગમાં અવ્યવસ્થિત જીવનશૈલી અને ખાણીપીણીએ હૃદય સંબંધી બીમારીનું જોખમ વધારી દીધું છે  થાક,તણાવની પરેશાની સાથે બેચેની હોય તો સંભવ છે કે,વ્યક્તિ હૃદય રોગના સકંજામાં આવી રહી છે
1/1

World Heart Day વર્તમાન યુગમાં અવ્યવસ્થિત જીવનશૈલી અને ખાણીપીણીએ હૃદય સંબંધી બીમારીનું જોખમ વધારી દીધું છે. મેડિકલ યુગમાં આ સમસ્યા એટલી મોટી નથી કે નિવારી ન શકાય પરંતુ કોઈ દરકાર કરતું નથી અને ચિકિત્સા પરામર્શને નજર અંદાજ કરે છે, જેથી હૃદય રોગનું પ્રમાણ વધતું ચાલ્યું છે.

વિશ્વ હૃદય દિવસ નિમિતે કાર્ડીઓલોજીસ્ટના જણાવ્યા અનુસાર શારીરિક અને માનસિક સજાગતા આનો શ્રેષ્ઠ ઉપાય છે, જો પરિવારમાં કોઈને હૃદય લગતી બીમારી હોય તો હૃદયરોગની આશંકા વધી જાય છે. જો શરૂઆતથી જ ઉપચાર કરી દેવાય તો તેને નિયંત્રિત પણ કરી શકાય છે. કોઈને હૃદય રોગનો આનુવંશિક ઇતિહાસ હોય તો સંપૂર્ણ તપાસ પણ માંગી લે છે.આમાં બે બાબત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એક પ્રમાણસર શારીરિક વજન અને બીજું શારીરિકશ્રમ જો ડાયાબિટીસ, હાઈ બી.પી., ધુમ્રપાન અને શરાબની આદત હોય તો સાવધ થઈ જવામાં જ સાર છે.

જો શરીરના વજનનું પ્રમાણ નિયત હોય તો પણ નિયમિત પ્રોફાઈલ ટેસ્ટ તો જરૂરી જ બને છે. જો તેમાં એલ.ડી. એલ.નું પ્રમાણ વધુ હોય તો સતર્ક બની જવું જરૂરી છે.અંતે રેડીમેડ ફૂડ ખરાબ કોલેસ્ટ્રોલ વધારી યુવાનોના દિલને આપે છે દર્દ.ઉપરાંત થાક,તણાવની પરેશાની સાથે બેચેની હોય તો સંભવ છે કે,વ્યક્તિ હૃદય રોગના સકંજામાં આવી રહી છે.

આજે ૪૦ વર્ષથી ઉપરની વ્યક્તિનો સર્વે કરાય તો ડાયાબિટીસ, હાઈ બી.પી.ના દર્દી વધુ જણાશે. આવી પરિસ્થિતિમાં સ્વસ્થ ભોજન અને જીવનશૈલી જરૂરી છે જેમાં ઊંઘની ગુણવત્તા અને પૂરતી અંગની કમી નિરંતર હૃદય રોગનો દરવાજો ખટખટાવતી હોય છે.

તબીબો કહે છે કે દિલની સ્વસ્થતાની સતત જાળવણી - ચકાસણી કરાવતા રહેવું જેમાં ઇ.સી.જી.,ઇકો,ટ્રેડમિલ ટેસ્ટ,સીટી કોરોનરી ઇંજીઓ ટેસ્ટ અને કેટલીકવાર ઇંજીઓગ્રાફી પણ કરાવી પડે છે જેનાથી સાયલેંટ બ્લોકનો પણ ખ્યાલ આવી જાય છે.છેવટે તો સ્વસ્થય ખાણીપીણી,જીવનશૈલી અને નિયમિત કસરત જ હૃદયાઘાતથી દુર રાખશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.