હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, સામાજીક, લાઈફ સ્ટાઈલ

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે આ વર્ષે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ

Posted 2 years ago with 50 views

Story by Team Samachar Sathe | 6 mins read

સમાચાર સારાંશ: વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્ય રાષ્ટ્રોએ ૧૯૮૭માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી,

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ  તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે  આ વર્ષે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ
1/4
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ  તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે  આ વર્ષે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ
2/4
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ  તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે  આ વર્ષે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ
3/4
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ  તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે  આ વર્ષે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ
4/4

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 

તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે 
આ વર્ષે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ 
વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ

વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્ય રાષ્ટ્રોએ ૧૯૮૭માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી, જેનો ઉદ્દેશ તમાકુના રોગચાળા અને તેનાથી થતા અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો હતો. વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે છે તે વિશે માહિતગાર કરવામાં છે. 

31મી મે ના રોજ નો ટોબેકો ડે તરીકે ઓળખાય છે. જેમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે. સરકાર અને સંસ્થાઓના લાખ પ્રયત્નો છતાં દેશ અને રાજ્યમાં તમાકુના વ્યસની બદી ચિંતાજનક છે. ગુજરાતમાં 41 ટકા પુરુષો જ્યારે 8 ટકા મહિલાઓ તમાકુનું સેવન કરે છે. જેમાં કચ્છની વાત કરવામાં આવે તો અહીં 15 વર્ષથી મોટી ઉંમરની 8.9 ટકા મહિલા અને 38.7 ટકા પુરુષ તમાકુના વ્યસનના બંધાણી છે.આ વર્ષે તમાકુ નિષેધ દિવસે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ પર વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ  તમાકુના ઉપયોગના જોખમો સામે જાગૃત કરાય છે  આ વર્ષે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ આપવાના થીમ
 આ દિવસનો આશય તમાકુના ઉપયોગના બહોળા વ્યાપ અને આરોગ્ય પરની નકારાત્મક અસરો તરફ ધ્યાન દોરવાનો છે, જે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે 80 લાખથી વધુ મૃત્યુ તરફ દોરી જાય છે, જેમાં ધૂમ્રપાન ન કરનારા અને પરોક્ષ રીતે ધૂમ્રપાનના સંપર્કમાં આવવાના પરિણામે 1.2 મિલિયન લોકોનો સમાવેશ થાય છે.

આ દિવસને વિશ્વભરમાં સરકારો, જાહેર આરોગ્ય સંસ્થાઓ, ધૂમ્રપાન કરનારાઓ, ઉત્પાદકો અને તમાકુ ઉદ્યોગ તરફથી ઉત્સાહ અને પ્રતિકાર બંનેનો સામનો કરવો પડ્યો છે. સૌ પ્રથમ વાર 7 એપ્રિલ, 1988ના રોજ તમાકુ નિષેધ દિન ઉજવાયો હતો. આ પછી, 31 મે, 1988ના રોજ WHOએ ઠરાવ પસાર કર્યા બાદ આ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવાનું નક્કી કરાયુ હતું. તમાકુ અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે, જેમ કે, ફેફસાના રોગો, ક્ષય રોગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડીસિઝ વગેરે. એટલું જ નહીં, તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ પણ બની શકે છે. તમાકુના નિયમીત સેવનથી પ્રતિ વર્ષે હજજારો લોકો મોતને ભેટે છે. તમાકુનું અથવા તો કોઈપણ વ્યસન છોડવા માટે વ્યક્તિનું મન મક્કમ હોવું ખૂબ જ જરૂરી છે. 

વ્યાયામ,કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાઇકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનને ભૂલી શકાય.તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરાયો છે, પરંતુ ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યકતા છે.

વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા 100 કરોડ કરતા પણ વધુ છે. જે પૈકીના 80 કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે. તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે 60 લાખ લોકો મૃત્યુને ભેટે છે. જે પૈકીના 50 લાખ લોકો પોતે જ તમાકુની બનાવટોનો કોઇપણ સ્વરુપે ઉપયોગ કરતા હોય છે, જ્યારે 6 લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઇ પરંતુ અન્ય તમાકુનો ઉપયોગ કરતા લોકોના સતત સંપર્ક ના લીધે મૃત્યુ પામે છે.

તમાકુ ઉત્પાદનોએ કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે ખતરારુપ છે. અને તે લોકોના શારિરીક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, ઉપરાંત લોકોની આર્થીક સ્થિતી પણ ખોરવાય છે. આમ આ તમાકુ ઉત્પાદનોના સેવનની ઉભી થયેલ વૈશ્વિક કટોકટીને પહોચીં વળવા વિવિધ સરકારો તેમજ લોકો આરોગ્ય તેમજ વિકાસને પ્રાથમિકતા આપે તે જરુરી છે. તમાકુ નિષેઘને વ્યાપક અર્થમાં લેતા તે માત્ર શારિરીક સ્વાસ્થ્યની અસમતુલાના હેતુ ઉપરાંત તમાકુના પાક, ઉત્પાદન, વેચાણ અને ઉપભોગ સુધી થતી પ્રતિકુળ અસરોને આવરી લે છે. તમાકુ નિષેઘ ગરીબી, ભુખમરો નો અંત આણી કૃષીવિષયક અને આર્થિક વિકાસ અને લાંબાગાળે પર્યાવરણ ના ફેરફાર માં પણ પોતાના ફાળૉ નોંધાવે છે. તમાકુ ઉત્પાદનો પર કરનું ભારણ વધારતા સરકારી આરોગ્ય વિષયક અને અન્ય વિકાસના કાર્યોમાટે યોગ્ય ભંડોળ મળી રહે છે. આ ઉપરાંત્ત્ર લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનો નો ત્યાગ કરી તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરી પોતાના જીવન માં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.