હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદને પગલે યેલો-ઓરેન્જ એલર્ટ અપાયા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Posted 1 year ago with 17 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી

ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદને પગલે યેલો-ઓરેન્જ એલર્ટ અપાયા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
1/1

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે આજે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ તો કચ્છ જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ આવી શકે છે.

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે વરસાદને લઈ આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી 26 મે સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. આ સાથે અનેક જિલ્લામાં વરસાદને પગલે યેલો-ઓરેન્જ એલર્ટ અપાયા છે. આ તરફ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદને પગલે યેલો-ઓરેન્જ એલર્ટ અપાયા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ને યલો એલર્ટ આપેલું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે.

તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી

Yellow-orange alert issued in several districts of Gujarat due to rain Fishermen have been advised not to venture into the sea for the next 5 days

Rain with strong winds has been predicted in the areas of South Gujarat. Along with this, rain may also fall in several districts of North Gujarat today. On the other hand, heavy rain has also been predicted in the coastal areas of Saurashtra, while there is a possibility of rain with thunderstorms in Kutch district. Today, rain may also fall in the districts of Central Gujarat including Ahmedabad.

Amidst the scorching heat in the state, a forecast has now come out regarding rain. According to the details, the Meteorological Department has predicted rain in several areas of Gujarat. The rainy weather will continue in the state till May 26. Along with this, yellow-orange alerts have been issued in several districts due to rain. On the other hand, Ambalal Patel and Paresh Goswami have also predicted rain in the state. Along with this, rain has been predicted in Gujarat today as well.

The Meteorological Department has issued a yellow alert for Surat, Tapi, Valsad, Dang, Navsari, Amreli and Bhavnagar districts of Gujarat due to the low pressure formed in the Arabian Sea.

Taking into account the forecast made by the Meteorological Department, Chief Minister Bhupendra Patel has instructed the district administrations in these districts of the state to remain alert and vigilant and to make the control room operational 24x7.

He gave guidelines for precautionary safety measures against this possible rain or heavy wind.

The Chief Minister also instructed that the control room in the State Emergency Operation Center in Gandhinagar should remain operational 24x7 and be in constant contact with these districts.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.