હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વધુ એક નિવેદન ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતાં રાજકારણમાં હડકંપ મચ્યો

Posted 1 year ago with 40 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચિરાગ પાસવાને નિવેદન આપ્યુ હતું કે, 'હું કોઈપણ ગઠબંધનમાં રહું, કોઈપણ મંત્રી પદ પર રહું, જે દિવસે મને લાગશે કે, બંધારણ કે અનામત સાથે છેતરપિંડી થઈ રહી છે, તે સમયે જ મંત્રી પદને ઠુકરાવી દઈશ.'

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વધુ એક નિવેદન ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતાં રાજકારણમાં હડકંપ મચ્યો
1/1

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વધુ એક નિવેદન ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતાં રાજકારણમાં હડકંપ મચ્યો

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન અવાનવાર પોતાના નિવેદનોના લીધે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે પટનામાં અનામત સાથે કોઈ છેડછાડ થવા મુદ્દે ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. ચિરાગ પાસવાને નિવેદન આપ્યુ હતું કે, 'હું કોઈપણ ગઠબંધનમાં રહું, કોઈપણ મંત્રી પદ પર રહું, જે દિવસે મને લાગશે કે, બંધારણ કે અનામત સાથે છેતરપિંડી થઈ રહી છે, તે સમયે જ મંત્રી પદને ઠુકરાવી દઈશ.'

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વધુ એક નિવેદન ગઠબંધન તોડી દેવાની તૈયારીઓ દર્શાવતાં રાજકારણમાં હડકંપ મચ્યો

ચિરાગ પાસવાને પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, 'અનામત મુદ્દે કોર્ટ કાયદામાં ફેરફાર કરવાની વાત કરી રહી છે. જેનો વિરોધ મારા પિતાએ કર્યો હતો અને હું પણ તેમના જ માર્ગે છું. તે સમયે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મારા પિતાની વાત માની હતી, જેમનો હું આભાર માનુ છું. આગામી 28 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભવ્ય સ્થાપના દિનનું આયોજન કરવાના છે, જેમાં રેલી પણ નીકળશે.' 

ચિરાગ પાસવાનના આ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અગાઉ પણ ચિરાગ પાસવાન એનડીએ વિરૂદ્ધમાં અનેક નિવેદનો આપી ચૂક્યા છે. જેથી લોક જનશક્તિ પાર્ટી એનડીએ સાથેનું ગઠબંધન તોડવાની અટકળો વેગવાન બની છે. અગાઉ પણ તેમણે 2020ની બિહાર વિધાન સભા ચૂંટણી એનડીએના સાથ વિના લડી હતી.ચિરાગ પાસવાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, આ પક્ષ માત્ર વોટ બેન્ક માટે જ અનામતનો ઉપયોગ કરે છે. 

તેણે કોઈ કામ કર્યું નથી. બિહારમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને ધ્યાનમાં રાખતાં પાસવાન તમામ નેતાઓ સાથે મળી રણનીતિ ઘડી રહ્યો છે. પોતાના પક્ષને વધુ મજબૂત બનાવી જનતાનો સાથ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. જે પોતાના પક્ષનું બિહારથી યુપી અને ઝારખંડ સુધી વિસ્તરણ કરવાની તૈયારીમાં છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન